Yahoo! Search
Sign In New User? Sign Up

VADODARA

Gujarati

Explore the Gujarati online world -news, blogs, podcasts and a lot more in Gujarati

Gujarati News

Gujarati Blogs

કેમ છે ? :: ધ્રુવ ભટ્ટ

Jul 20 6:51 PM

ઓચિંતું કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.       ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ       એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ, તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે,                                          અને ઉપરથી કુદર...

નામ :: અંકિત ત્રિવેદી

Jul 13 7:05 PM

મારી   હથેળીના  દરિયામાં   મે   તો  તરતું  મુકેલ  તારું  નામ શ્વાસોમાં ભરવાનો ગુલમ્હોરી રંગ હવે વેદનામાં ભળતો આરામ             હથેળી ના દરિયાને દર્પણ માનીને                         તારા ચહેરાને શોધવા હું નીકળ્યો,             આંગળીથી ચીતરેલા અક્ષરને લાગ્યું કે                         રોમરોમ તારામાં પીગળ્યો દરિયો હથેળીનો ઘૂઘવે એવો કે જાણે લહે...

ગૂજરાતી :: પંકજ વોરા.

Jun 29 7:10 PM

સફળતાનો પીનકોડ ગૂજરાતી, સૌ સમસ્યાનો તોડ ગૂજરાતી. કૈંક અચ્છો કૈંક અળગો ગૂજરાતી, એકડાનો કરે બગડો ગૂજરાતી. નમ્રતાનું બોનસાઇ ગૂજરાતી, સિદ્ધિઓની વડવાઇ ગૂજરાતી. લોટો લઇને દૈ દે ઘડો ગૂજરાતી, વખત પડે ત્યાં ખડો ગૂજરાતી. દુશ્મનને પડે ભારે ગૂજરાતી, ડૂબતાને બેશક તારે ગૂજરાતી. એસ્કિમોને ફ્રીજ વેચે ગૂજરાતી, ક્યાંક કંપની નામે ઢેંચે ગૂજરાતી. દેશમ...

અંતરિયાળ :: લાલજી કાનપરિયા.

Jun 22 6:20 PM

પ્રેમ પ્રેમની રમત આપણે રમશું અંતરિયાળ, કેડી મેલી, મારગ મેલી ભમશું અંતરિયાળ. ફૂલોનો તું ઢગલો કરજે લૈ સામટી ગંધ, હું પતંગિયાને રમતાં મૂકીશ કરીને લોચન બંધ ! હળવે હળવે એકબીજાને ગમશું અંતરિયાળ પ્રેમ પ્રેમની રમત આપણે રમશું અંતરિયાળ. કાગળની તું હોડી કરજે, દરિયો હું ચીતરીશ મઝધારે તું મોતી મૂકજે, તળિયે હું ઊતરીશ ! એકબીજાનો હાથ સાહીને તરશું અંતરિયા...

ભાગ્ય મારું ફકીર જેવું છે :: ‘રાજ’ લખતરવી

Jun 8 8:21 PM

ભાગ્ય મારું ફકીર જેવું છે, તોય જીવન અમીર જેવું છે. કઇ દિશામાં વળે નક્કી છે ક્યાં ? મન અમારું સમીર જેવું છે. હોય છે લક્ષ તરફ જ એની ગતિ, આ નજરનુંય તીર જેવું છે. પ્રેમમાં હોય શું કહે બીજું ? એ જ રાંઝા ને હીર જેવું છે. કાલ કંચન બને ય તે જીવન, આજ છો ને કથીર જેવું છે. રામ મારો રહીમ પણ મારો, ભાઇ મારું કબીર જેવું છે. લેખ હો તો લલાટમાં તું...

ચૂમી છે તને :: મુકુલ ચોક્સી

Jun 1 8:17 PM

ગીતના ઘેઘૂર ગરમાવામાં ચૂમી છે તને, બે ગઝલની વચ્ચેનાં ગાળામાં ચૂમી છે તને. પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં, સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને. સાચુ કહું તો આ ગણિત અમથું નથી પાકું, બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને. કાળી રાતોમાં છુપાઇને ગઝલની આડમાં, પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને. લોકોએ જેમાં ન પગ મૂકવાની ચેતવણી દીધી, પ...

માણસ છે, બિઝનેસ કરે છે :: શ્રી કૃષ્ણ દવે.

May 20 10:20 PM

પતંગિયાની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે, ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે. અજવાળાનો સ્ટોક કરીને, સુરજને પણ બ્લોક કરીને, પોતે તડકો થઇને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે. સંબધોની ફાઇલ રાખીને, ચહેરા પર સ્માઇલ રાખી, લાગણીઓ લહેરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે. શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી, જળમાં પણ ચિનગારી ચાંપે, ...

જય શ્રી કૃષ્ણ…

Sep 2 12:52 PM

ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોસ્તવ ના પર્વ પર સર્વે મિત્રો ને હાર્દિક શુભેચ્છાઓ… શ્રાવણ વદે આઠમ મઘરાતે ગોકુળ પ્રગટ્યો ગિરધારી હરખ્યા નંદ જશોદા બેઉ હરખ્યા છે સૌ નર – નારી ઝાંજ પખાજ ના તાલે સૃષ્ટી નાચે છે સારી ગોપીને ગોવાળો ઘેલા કાનુડા પર ગ્યા વારી. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી. અમિત ના જય શ્ર...

મળ્યાં ભેગા ભળ્યાં - શિલ્પા ગાંધી.

Sep 2 12:38 PM

મળ્યાં એવા મળ્યાં, કે મળ્યાં ભેગા, લગોલગ લાગી ગયાં, ન ત્યાં મન રહ્યું કે તન રહ્યું, મનડાં તનડાંનો તફાવત ન રહ્યો, મૌન સતત બોલતું રહ્યું, ને શબ્દો બધા ચુપ રહ્યાં, અમે એવાં મળ્યાં ને એવાં ભળ્યાં, કે વિધાતા માત્ર દેખતા રહ્યાં....

સ્મરણ - સૌપ્રિય સોલંકી “શૈલ”

Jun 21 12:07 PM

ભર મધરાતે તમારું સ્મરણ કર્યાનું યાદ, ચપટીભર કંકુ સેંથીએથી ખર્યાનું યાદ. પ્રસંગો બધા નજરું સામે હાથ તાળી રમે, ને સામટા અરમાનોના જૌહરની યાદ. મૌનની સજા ગૂંગળાવે મુજ ચિત્તને, ને સવારે ઝાકળ થઇ ઠરી ગયાનું યાદ. ભીંત પરના થાપા ચીતર્યાને વિસ્તર્યા, તિમિરના નીરમાં હશે ડૂબ્યાનું યાદ. મીણની જેમ પીગળતું આ પ્રતિબિંબ, કાળના કાળા ઓછાયાથી ડર્યાનું યાદ....

Gujarati Bookmarks

Send in your comments/feedback about Our City | Report copyright violations if any

Yahoo! Our City may have links to certain applications like flickr, Yahoo! Video, Upcoming, del.icio.us etc., which are U.S. products governed by U.S. laws. By accessing or using any of these applications, you agree to the Yahoo! U.S. Terms of Service and Privacy Policy, which are subject to U.S.A. laws.

Copyright 2007 Yahoo Web Services India Pvt Ltd. All rights reserved.
Privacy Policy - Terms of Service - Copyright Notice